હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
📷 Photo
20,800
10
0
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
📷 Photo
🔹 PNB દ્વારા 545 Local Bank Officer (LBO) જગ્યાઓ માટે ભરતી જાહેર.
🔹 Union Bank of India દ્વારા 395 Specialist Officer (SO) જગ્યાઓ માટે ભરતી જાહેર.
🔹 કુલ 940 જગ્યાઓ પર ભરતી.
🔹 PNB અરજી છેલ્લી તારીખ: 9 ઓગસ્ટ 2026.
🔹 Union Bank અરજી છેલ્લી તારીખ: 10 ઓગસ્ટ 2026.
🔹 લાયકાત: સ્નાતક / સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી (પદ મુજબ).
🔹 ઉંમર મર્યાદા: PNB – 20 થી 30 વર્ષ, Union Bank – 22 થી 50 વર્ષ (પદ મુજબ).
🔹 પસંદગી પ્રક્રિયા: ઓનલાઈન પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ.
#Vacancy #BankJobs #PNB #UnionBank #Recruitment #GovernmentJobs #BankExam #Jobs2026
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟Telegram Channel
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
21,200
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
📷 Photo
19,500
15
0
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
📷 Photo
#GATE
19,400
20
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
📷 Photo
✅IAS STUDY CENTER ENTRANCE EXAM
19,100
19
જ્ઞાન સારથિ
23 જુલાઈ, 2026 05:17 AM
સંતરામપુર-લુણાવાડા રોડ પર કૉટેજ ચોકડી નજીકથી પસાર થઈ રહેલા પંચમહાલ ડેરીના દૂધના ટેન્કરમાંથી સતત દૂધ ઢોળાઈ રહ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે.
સ્થળ: સંતરામપુર - લુણાવાડા રોડ (કૉટેજ ચોકડી નજીક), મહીસાગર
તારીખ: ૨૧/૦૭/૨૦૨૬
વાહન: પંચમહાલ ડેરીનું દૂધ ટેન્કર (GJ18 AX 9023)
ઘટના: ચાલુ ગાડીએ ટેન્કરના પાછળના ભાગમાંથી મોટા પ્રમાણમાં દૂધ રસ્તા પર લીક થઈને ઢોળાઈ રહ્યું છે.
https://x.com/i/status/2079638418943005056
#GSSSB
#OJAS
#Vacancy
🟢✅હાલ OJAS પર GSSSB દ્વારા જાહેર થયેલ વિવિધ સંવર્ગની ઓનલાઇન અરજી કરી શકાય છે,
સંબધિત ઉમેદવારોએ નોંધ લેવી.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟Telegram Channel
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
💪🏻આ લડાઈ હવે તર્ક અને તથ્યોની છે. જો હજી પણ ઉમેદવારો સંગઠિત થઈને સત્તાધારી પક્ષના જનપ્રતિનિધિઓ દ્વારા મુખ્યમંત્રીશ્રી સુધી આ "એક અધિકારીના ભ્રામક રિપોર્ટ્સ" ની વાસ્તવિકતા પહોંચાડશે, તો ઓફલાઈન પરીક્ષા ચોક્કસ શક્ય છે.💪🏻
*🎯 આપણો સંકલ્પ*
નોર્મલાઈઝેશનની માયાજાળ અને ટેકનિકલ છબરડાઓ કરતા 'એક જ દિવસે, એક જ પેપર અને પારદર્શક ઓફલાઈન પરીક્ષા' એ જ ગુજરાતના યુવાનોની માંગ છે.
*🙏🏻સમય ઓછો છે, સંગઠિત થાઓ!🙏🏻* તમારી રજૂઆત તાર્કિક બનાવો, લોકશાહી ઢબે તમારા પ્રતિનિધિઓને મળો અને મુખ્યમંત્રીશ્રી સુધી સત્ય પહોંચાડો.
💲♻️➖ગણિતના જટિલ સૂત્રો ક્યારેય મહેનતનો વિકલ્પ ન હોઈ શકે. સરકારને નમ્ર અપીલ છે કે કોઈ એક વ્યક્તિના ખોટા માર્ગદર્શન હેઠળ આવીને લાખો યુવાનોના ભવિષ્યને નોર્મલાઈઝેશનના અંધકારમાં ન ધકેલે.🙏🏻
અમને 'ફોર્મ્યુલા' નહીં, 'ન્યાયી તક' જોઈએ છે!
*જીત સત્યની અને મહેનત કરનાર ઉમેદવારની જ થશે!*
✍🏻યુવરાજસિંહ જાડેજા
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌟આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
Telegram Channel
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
*#CCE_2026: ભાવિ નક્કી કરવાની અંતિમ ઘડી – જાગો ઉમેદવાર, જાગો!*
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી CCE_2026 પરીક્ષા હવે તેના નિર્ણાયક તબક્કે છે. આગામી મહિને પરીક્ષા માટે આયોજનની તૈયારી થઈ રહી છે, પરંતુ "ઓનલાઈન કે ઓફલાઈન?" એ પ્રશ્ન હજી પણ "અધ્ધરતાલ" છે.
આ લડાઈ માત્ર પરીક્ષાની પદ્ધતિની નથી, પણ લાખો વિદ્યાર્થીઓના પારદર્શક ભવિષ્યની છે.
📌 મંજૂરીની રાહ અને GAD ની ભૂમિકા👇🏻
હાલની સ્થિતિએ પરીક્ષા કઈ પદ્ધતિથી લેવી તેની અંતિમ સ્પષ્ટતા સામાન્ય વહીવટ વિભાગ (GAD) તરફથી આવી નથી. ગૌણસેવા મંડળ આવતા મહિને પરીક્ષા લેવા સજ્જ છે, પરંતુ આખરી મંજૂરી સરકારના દરબારમાં અટકેલી છે. આ સમય છે આપણી રજૂઆતને મજબૂત કરવાનો!
*📢 ફી ભરવામાં વંચિત રહેલા મિત્રો માટે રાહતના સમાચારની શક્યતા*
જે ઉમેદવારો ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ફી નથી ભરી શક્યા, તેમના માટે સરકાર સકારાત્મક વલણ અપનાવી રહી છે. વંચિત ઉમેદવારોની રજૂઆતોને પગલે ફરી એકવાર *"ફી ભરવાની તક મળવાની પૂરેપૂરી શક્યતા"* છે. સરકાર દ્વારા આ અંગે મંજૂરી મળી ગઈ હોવાના સંકેતો છે, જે હજારો યુવાનો માટે આશાનું કિરણ છે.
*⚠️ CBRT (ઓનલાઈન) પરીક્ષાનો ખતરો અને 'એક' અધિકારીનો હઠાગ્રહ*
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આખી સિસ્ટમ, મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ ઉમેદવારોના હિતમાં વિચારી રહ્યા છે, પરંતુ *"એક હઠાગ્રહી અધિકારી"* આખી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે.તેઓ CBRT (Computer Based Recruitment Test) ના ફાયદા ગણાવી સર્વ સત્તાધીશને કન્વેન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
📌કેન્દ્રીય પરીક્ષા એજન્સીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ઉમેદવારોનો સૌથી પેચીદો મુદ્દો જે "નોર્મોલાજેશન" નો છે તેમાં અલગ અલગ "કેન્દ્રની પરીક્ષા લેતી એજન્સીની" "#મેથડ અને #ફોર્મ્યુલા" માં શું શું પ્રત્યાઘાતો આવી શકે તેનું મંથન GAD ના અમુક અધિકારીઓની ટીમ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટોટલ 6 મેથડ અને ફોર્મ્યુલા છે તેનાથી ભૂતકાળના CCE અને ફોરેસ્ટ ભરતીના પરિણામો ઉપર પણ ફોર્મ્યુલા એપલાય કરીને પ્રયોગ પણ કર્યો છે. કઈ રીતે નોર્મોલાઈજેશન નો ગેપ/વેરિએશન ઘટાડી શકાય તેની ઉપર "ટેસ્ટિંગ" કરવામાં આવી રહ્યા છે.
""એકમાત્ર હઠાગ્રહી અધિકારી"" અલગ અલગ રિવ્યૂ લેવડાવીને એ સાબિત કરવા કાવાદાવા કરી રહ્યા છે કે ઓનલાઈન CBRT પદ્ધતિ શ્રેષ્ઠ છે.
આ બધું જોતા મને મનમાં એક પ્રશ્ન થયો..
🤔જો અગાઉની પદ્ધતિ સચોટ હતી, તો નવી 6 ફોર્મ્યુલાઓના પ્રયોગ કેમ કરવા પડે છે ? અને જો અગાઉની પદ્ધતિ ભૂલભરેલી હતી, તો જે ઉમેદવારો અન્યાયનો ભોગ બન્યા તેમની જવાબદારી કોણ લેશે?❓
🤔શું ગુજરાતના યુવાનો કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ માટેના 'લેબ રેટ્સ' (Lab Rats) છે કે જેમના પર વારંવાર ફોર્મ્યુલા બદલીને પ્રયોગો કરવામાં આવે ?❓
જ્યારે સમગ્ર રાજ્યનું યુવાધન એક ન્યાયી અને સમાન તકની અપેક્ષા રાખી રહ્યું છે, ત્યારે એક જિદ્દી અને હઠાગ્રહી અધિકારીના વહીવટીતંત્રના બંધ બારણે રચાતું આ ચક્રવ્યૂહ ચિંતાજનક છે. "એક હઠાગ્રહી અધિકારી" સમગ્ર લોકશાહી અને પારદર્શિતાના ઢાંચાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ માત્ર પરીક્ષા પદ્ધતિનો પ્રશ્ન નથી, પણ લાખો પરિવારોના સપનાઓ સાથે થતી 'મેથેમેટિકલ રમત' છે.
📌*નોર્મલાઈઝેશનનો કોયડો:* ભૂતકાળની ખામીઓ છુપાવવા નવી પદ્ધતિઓ અને ગણિતના સૂત્રોનો સહારો લેવામાં આવી રહ્યો છે. પણ પ્રશ્ન એ છે કે, શું આ જટિલ પદ્ધતિ સામાન્ય ઉમેદવાર સાથે ન્યાય કરી શકશે ? ❓
🚫CBRT (Computer Based Recruitment Test) ના કૃત્રિમ ફાયદાઓ ગણાવીને સત્તાધીશોને કન્વેન્સ કરવા પાછળનો આશય શું ?❓
🚫શું એક અધિકારીનો અંગત મમત લાખો ઉમેદવારોના માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્ય કરતા મોટો છે?❓
જવાબ તમે બધા જાણો જ છો.. ભુતકાળના અનુભવ પણ આપને ખ્યાલ છે.
💢કેન્દ્રીય એજન્સીઓના રિવ્યૂ લેવડાવીને સાબિત કરવાના કાવાદાવા થઈ રહ્યા છે કે ઓનલાઈન પદ્ધતિ શ્રેષ્ઠ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે:👇🏻
⚡જટિલતા: સામાન્ય ઉમેદવાર ક્યારેય સમજી શકતો નથી કે તેના માર્ક્સ કયા આધારે વધ્યા કે ઘટ્યા.
⚡અસમાનતા: અલગ-અલગ શિફ્ટના પેપરનું સ્તર ક્યારેય એકસમાન હોઈ શકતું નથી. ગમે તેટલા ગણિતના સૂત્રો લગાવો, પણ તે 'માનવીય ક્ષતિ' અને 'નસીબ' ના ફેક્ટરને દૂર કરી શકતા નથી.
⚡ભરોસાનો અભાવ: જ્યારે પરીક્ષા એક જ દિવસે, એક જ સમયે અને એક જ પેપરથી લેવાય, ત્યારે જ 100% સમાનતા જળવાય છે.
*📝ઓફલાઈન પરીક્ષા હજી પણ શક્ય છે – બસ, એક છેલ્લા ધક્કાની જરૂર!*
મિત્રો, જો અત્યારે જાગ્યા નહીં તો મોડું થઈ જશે.
1. *જન પ્રતિનિધિઓનો સાથ:* વર્તમાન સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને સાંસદો પાસે લેટર પેડ પર રજૂઆત કરાવો.
2. *મુખ્યમંત્રીશ્રી સુધી અવાજ: જો જન પ્રતિનિધિઓના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી સુધી આ વાત પહોંચશે, તો *100% પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી જ લેવાશે.*
3. *એક વિરુદ્ધ અનેક:* જ્યારે બોર્ડ, વિભાગ અને મોટાભાગના અધિકારીઓ તમારી પડખે હોય, ત્યારે માત્ર એક વ્યક્તિના હઠાગ્રહને કારણે લાખો વિદ્યાર્થીઓનું હિત જોખમાવવું ન જોઈએ.
જ્ઞાન સારથિ
12 મે, 2026 06:20 AM
આ પરીક્ષા શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજોમાં #જુનિયર_ક્લાર્ક (વર્ગ-૩) ની SEBC કેટેગરીની ૦૧ (એક) ખાલી જગ્યા ભરવા માટેની આયોજિત 'ગોઠવણ' 👇🏻
શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત કણસાગરા કોલેજમાં જુનિયર ક્લાર્ક (SEBC વર્ગ-૩) ની ભરતી પ્રક્રિયા એ માત્ર શૈક્ષણિક સંસ્થાની મજાક નથી, પરંતુ હજારો પ્રતિભાશાળી ઉમેદવારોના ભવિષ્ય સાથે કરવામાં આવેલો એક #પદ્ધતિસરનો_દ્રોહ છે.
સમગ્ર પ્રક્રિયાની ટાઈમલાઇન જોતા સ્પષ્ટ જણાય છે કે આ ભરતી પારદર્શક નહીં, પણ '#પૂર્વ_આયોજિત' (Pre-fixed) લાગે છે.
👇🏻ભરતી પ્રક્રિયાની ટાઈમલાઇન:
📌૨૦/૦૯/૨૦૨૫: ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા NOC આપવામાં આવી (પત્ર ક્રમાંક: કવટ/ISC3/વર્ગ-3/NOC/૨૦૪૪૪-૪૬).
📌૨૨/૦૧/૨૦૨૬: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા (જાહેરનામું ક્રમાંક: GS/2026/01/0125/K).
🛑પરીક્ષાનું માળખું (પ્રિલિમ અને મુખ્ય)
💢તબક્કો-૧: પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam)
તારીખ: ૦૮/૦૩/૨૦૨૬ (રવિવાર)
સ્વરૂપ: ૧૫૦ ગુણની MCQ ટેસ્ટ (સમય: ૨ કલાક).
નેગેટિવ માર્કિંગ: ૦.૨૫ ગુણ.
વિષયો: અંગ્રેજી (૧૫), ગુજરાતી (૧૫), જનરલ અવેરનેસ/કરંટ અફેર્સ (૩૦), ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ (૩૦), અને રીઝનિંગ (૬૦ ગુણ).
પરિણામ: આ પરીક્ષામાંથી સાત (૦૭) ગણા ઉમેદવારોને જ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠેરવવામાં આવ્યા હતા.
💢તબક્કો-૨: મુખ્ય પરીક્ષા (Main Exam)
તારીખ: ૨૮/૦૩/૨૦૨૬ (શનિવાર)
સમય: બપોરે ૧:૦૦ થી ૩:૦૦.
સ્થળ: શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ.
📌૦૮/૦૩/૨૦૨૬: પ્રાથમિક પરીક્ષા (MCQ - ૧૫૦ ગુણ) લેવામાં આવી.
📌૨૮/૦૩/૨૦૨૬: મુખ્ય પરીક્ષાનું આયોજન.
🚫ગંભીર ગેરરીતિઓ અને શંકાસ્પદ મુદ્દાઓ (મુખ્ય હાઈલાઈટ્સ) અહીં સૌથી મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે જે આ ભરતીની પારદર્શકતા પર શંકા પેદા કરે છે:👇🏻
⚠️ સૌથી મોટો પુરાવો: જવાબ જ પ્રશ્નપત્રમાં છાપેલા!
મુખ્ય પરીક્ષાના પેપરમાં જે સાચો વિકલ્પ (#Option) હતો, તેની બાજુમાં કૌંસ (#Bracket) કરવામાં આવેલ હતા. આ સીધો સંકેત આપે છે કે અમુક 'ચોક્કસ' લાભાર્થી ઉમેદવારોને પેપર સોલ્વ કરવામાં મદદ મળે તે માટે આ '#ગોઠવણ' કરવામાં આવી હોય તેવી પ્રબળ શક્યતા છે.
❓શું આ પેપર સેટરની મૂર્ખામી છે કે પછી લાભાર્થી ઉમેદવારને સીધો સંકેત આપવાની 'સેટિંગ' પદ્ધતિ?🤔
⚠️ AI દ્વારા પેપર સેટિંગની શંકા:
પ્રશ્નપત્રની પદ્ધતિ અને તેમાં રહેલી ક્ષતિઓ જોતા એવું પ્રતિત થાય છે કે પેપર કોઈ નિષ્ણાત દ્વારા નહીં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) થી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં કોઈપણ જાતના શૈક્ષણિક ધારાધોરણો જાળવવામાં આવ્યા નથી.
⚠️ પરીક્ષાની તારીખો:
મુખ્ય પરીક્ષાની તારીખ (૨૮/૦૩/૨૦૨૬) એવી રીતે પસંદ કરવામાં આવી કે જે અન્ય મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે ટકરાય. આ કોઈ સંયોગ નથી, પણ અન્ય હોશિયાર ઉમેદવારોને સ્પર્ધામાંથી બહાર રાખીને અમુક 'ચોક્કસ' ઉમેદવારો માટે રસ્તો સાફ કરવાનો હીન પ્રયાસ લાગતો હતો.
⚠️ નિયમોનું છડેચોક ઉલ્લંઘન:
જ્યારે સંસ્થા પોતે સ્વીકારે છે કે ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ અને સરકારના નિયમો મુજબ થશે, ત્યારે પરીક્ષાના પેપર કાઢવામાં કોઈ જ માપદંડો કેમ જાળવવામાં આવ્યા નથી.
📌એક મધ્યમ વર્ગનો વિદ્યાર્થી રાત-દિવસ એક કરીને મહેનત કરે છે અને આ સંસ્થાઓ તેમની મહેનત પર પાણી ફેરવી રહી છે.
📌અમારી સ્પષ્ટ માંગ છે કે આ પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓની તટસ્થ તપાસ થાય.
https://x.com/i/status/2053074954812617001
જ્ઞાન સારથિ
12 મે, 2026 06:20 AM
આ પરીક્ષા શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજોમાં #જુનિયર_ક્લાર્ક (વર્ગ-૩) ની SEBC કેટેગરીની ૦૧ (એક) ખાલી જગ્યા ભરવા માટેની આયોજિત 'ગોઠવણ' 👇🏻 શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત કણસાગરા કોલેજમાં જુનિયર ક્લાર્ક…
30,200
34
0
જ્ઞાન સારથિ
12 મે, 2026 06:20 AM
*ભાયાવદર કોલેજના જુ. ક્લાર્કની ભરતીમાં સેટિંગ!:* યુવરાજસિંહે કહ્યું- સરકારને લાગવગ જ ચલાવવી હોય તો ટેન્ડર બહાર પાડી ભરતી કરી નાખે, સિલેક્ટેડ ઉમેદવારનું પરીક્ષા પૂર્વે જ નામ
https://divya.bhaskar.com/PG4RZkGTZ2b
"શિક્ષક કભી સાધારણ નહીં હોતા..."
પરંતુ કુદરતનો ક્રમ પણ કેટલો વિચિત્ર છે! અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, ઉનાના વિદ્યાનગરના રહેવાસી અને જાફરાબાદના ભાડા ગામમાં ફરજ બજાવતા સેવાભાવી અને કર્મનિષ્ઠ યુવાન શિક્ષક શ્રી #રાજેશભાઈ હરિભાઈ બુમતારીયાનું મછુંદરી નદીમાં ડૂબી જવાથી અકાળે અવસાન થયું છે.🙏🏻
એક ઉમદા શિક્ષક તરીકે તેઓ અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપી રહ્યા હતા, ત્યારે આ અચાનક આવેલી આફતે સૌને સ્તબ્ધ કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી વિદ્યાનગર સોસાયટીમાં રહેતા રાજેશભાઈ હરિભાઈ બુમતારીયા (ઉંમર ૩૨) આજે બગસરાથી આવેલા તેમના બનેવી અને ભાણેજ સાથે તપોવન આશ્રમ ફરવા ગયા હતા. ફરવા ગયા બાદ તેઓ મછુંદરી નદીમાં નાહવા પડ્યા હતા.
નદીમાં નાહતી વખતે રાજેશભાઈ ઊંડા પાણીના ઘૂણામાં ગરકાવ થઈ ગયા હતા. તેમની સાથે રહેલા બનેવી અને ભાણેજે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ રહ્યા ન હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી રાજેશભાઈને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તાત્કાલિક તેમને ઉનાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
મૃતક રાજેશભાઈ જાફરાબાદ તાલુકાના ભાડા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં બે ભાઈ અને બે બહેનો છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને આ વજ્રઘાત સહન કરવાની તેમના પરિવારજનોને શક્તિ અર્પે એવી જ પ્રાર્થના.
"રાજેશભાઈ જેવા યુવાન અને ઉત્સાહી વ્યક્તિત્વનું જવું એ માત્ર એક પરિવારની નહીં, પણ સમગ્ર સમાજની ખોટ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે."
ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏🏻💐
https://x.com/i/status/2038120876370215275
#AMC_FSO
Dear Candidate, the medium of exam for the Advt. No.21/2025-26 Sahayak Food Safety Officer will be held in both English and Gujarati language for details visit notification section of Recruitment & Results in website: - http://www.ahmedabadcity.gov.in/
AMC ફૂડ સેફટી ઓફિસરની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં લેવાશે.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
આવી જ પરીક્ષાલક્ષી અપડેટ માટે જોડાવ.
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029VahyxI07DAWsPrNQDe0S
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
Telegram Channel
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬